Billboard ad 1150*250

મોરબીમાં ટ્રાફિકના આકરા નિયમ અને દંડના વિરોધમાં કોંગ્રેસે રસ્તા રોકી વિરોધ કર્યો

0 118
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા બાદ વાહનચાલકોમાં આકરા દંડની જોગવાઈઓ અંગે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા આજે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા નગર દરવાજા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

        કોંગ્રેસ દ્વારા આજે નહેરુ ગેઇટ ચોકમાં વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ગામી, રામજીભાઈ રબારી, રમેશભાઈ રબારી, કે ડી પડસુંબીયા અને સુરેશભાઈ સીરોહિયા તેમજ કાર્યકરો જોડાયા હતા ટ્રાફિકના આકરા દંડમાંથી મુક્તિ આપવા તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી અને કોંગ્રેસી કાર્યકરોએ કાળા કાયદાના છાજીયા લીધા હતા અને બાદમાં ચક્કાજામ કર્યો હતો જેથી પોલીસે ૩૫ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા હતા   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat