Billboard ad 1150*250 Billboard ad 1150*250

કોંગ્રેસ આગેવાન સમર્થકો સાથે તાલુકા પોલીસમાં હાજર થયા, પરંતુ પોલીસે અટકાયત ના કરી !

મોરબી જિલ્લા પાસ કન્વીનરને ધમકી આપવા મામલે કોંગ્રેસ અગ્રણી સહીત બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાયાને પગલે આજે કોંગ્રેસ અગ્રણી પોતાના સમર્થકો સાથે તાલુકા પોલીસ મથકે સામેથી હાજર થવા પહોંચ્યા હતા જોકે તાલુકા પોલીસે અટકાયત કરી ના હતી

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પાસ કન્વીનર મનોજ પનારાને ગત તા. 02 ના રોજ બગથળા ગામે હાર્દિક પટેલના ઉપવાસ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયા અને સંજય સુરાણી સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદને પગલે પોલીસ કોંગ્રસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયાની અટકાયત કરે તે પૂર્વે જ આજે કોંગ્રેસ અગ્રણી પોતાના સમર્થકો સાથે તાલુકા પોલીસ મથક પહોંચ્યા હતા અને સામેથી હાજર થયા હતા

જોકે તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલે કોંગ્રેસ અગ્રણીની અટકાયત કરી ના હતી સમગ્ર મામલે તાપસ ચલાવનાર તાલુકા પીએસઆઈ ગોહિલને તાપસ કરવાની બાકી હોય જેથી તેને અટકાયત કરી ના હતી અને યોગ્ય તપાસ બાદ અટકાયત કરવામાં આવશે તેવું જણાવી દેતા કોંગ્રેસ અગ્રણીએ પરત ફરવું પડ્યું હતું

Comments
Loading...
WhatsApp chat