કોંગ્રેસે મોરબી નગરપાલિકા ભાજપ પાસેથી આંચકી, પ્રમુખ તરીકે કેતન વિલપરા ચૂંટાયા

ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે વ્હીપ આપ્યા

આખરે અઢી વર્ષે કોંગ્રેસે સત્તામાં વાપસી કરી છે નગરપાલિકા ની ચૂંટણી માં સ્પષ્ટ બહુમતી છતાં પોણા બે વર્ષથી સત્તા થી દુર રહેલી કોંગ્રેસના પ્રમુખ 25 મતથી વિજેતા બન્યા છે અને મોરબી નગરપાલિકામાં ફરીથી કોંગ્રેસનું શાસન સ્થાપિત થયું છે.

મોરબી નગરપાલિકાના સભાખંડમાં આજે ડેપ્યુટી કલેકટર એસ.જે.ખાચર અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં અગાઉ કોંગ્રેસ ના સસ્પેન્ડ થયેલા સાત સદસ્યો મતદાનથી વંચિત રહયા હતા તો બંને પક્ષે વહીપ આપ્યા હતા

જેમાં ભાજપ તરફથી પ્રમુખના ઉમેદવાર જયરાજસિહ જાડેજાને 20 મત જ્યારે કોંગ્રેસના કેતન વિલપરાને 25 મત મળતા વિજેતા જાહેર થયા હતા જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના જ્યોત્સનાબેન ભીમાણીને ૨૦ જયારે કોંગ્રેસના એમનાબેન મોવર 25 મતથી વિજેતા બન્યા હતા અને કોંગ્રેસે સત્તાના વાપસી કરી છે

Comments
Loading...
WhatsApp chat