નહેરુ ગેઇટ ચોકમાં મહિલા કોંગ્રેસે કર્યું પુતળાદહન, ૪૧ કાર્યકરો ડીટેઈન

 

શુક્રવારે બનાસકાંઠામાં રાહુલગાંધી ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે મોરબી કોંગ્રેસ દ્વારા નહેરૂગેટ ચોકમાં ભાજપનું પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.. પોલીસને ચકમો આપી કોંગ્રેસ દ્વારા ભાજપના પૂતળાનું દહન કહેવામાં આવ્યું હતું. જેને પગલે કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ, ના તમામ શહેરો અને તાલુકા કોંગ્રેસ સમિતિ, દ્વારા બનાસકાંઠા મા રાહુલ ગાંધી ઉપરના હિચકારા હુમલા ના વિરોધ મા વિરોધ પ્રદર્શન કરવા માટે પુતળા દહન નો કાર્યક્રમ નક્કી કરવા મા આવ્યો હતો જે અંતર્ગત નહેરુગેટ ચોક ખાતે ભાજપનું પૂતળા દહન કરવા કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે પોલીસ દ્વારા પૂતળા દહનને અટકાવ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો છતાં પોલીસ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોના વોચમાં હતી અને પાછળથી મહિલા કોંગ્રેસ પૂતળાનું દહન કરી નાખ્યું હતું. ઢોલ નગારા સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી રાહુલગાંધી પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા ઉપરાંત કોંગ્રેસી આગેવાનો અને મહિલા કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં ભાજપના પુતળા દહન કરવામાં આવતા નવ મહિલા કાર્યકરો સહીત ૪૧ લોકોની અટકાયત કરીને તેને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. કોંગ્રેસી કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ભાજપે લોકશાહીનું ચીર હરણ કર્યું હોવાના આક્ષેપો ;પણ કર્યા હતા.

Comments
Loading...
WhatsApp chat