કોંગ્રસના રસ્તા રોકો આંદ્લોનમાં કેટલા કાર્યકરો પોલીસે ડીટેન કર્યા જાણો અહી ?

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશની આગેવાની હેઠળ આજે કોંગ્રેસના કાર્યકરો માળિયા ફાટક નજીક એકત્ર થયા હતા જ્યાં સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો જેને પગલે પોલીસે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ૧૭ કાર્યકરોને ડીટેઈન કર્યા હતા જયારે અણીયારી ચોકડી નજીક જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલનને પગલે ૨૮ થી વધુ કાર્યકરોને તાલુકા પોલીસે ડીટેઈન કર્યા હતા. તે ઉપરાંત મોરબી જીલ્લાના વાંકાનેરમાં રસ્તા રોકો આંદોલન કરતા ૧૫ કાર્યકરો અને ટંકારામાં પણ ૨૧ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરીને પોલીસમથકે લઇ જવામાં આવ્યા હતા. મોરબી જીલ્લામાં ૧૪૪ ની કલમ લાગુ હોવા છતાં ખેડૂતોના હિતમાં આજે મંજુરી વિના જ રસ્તા રોકો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat