


મોરબી જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે કે મોરબી નગરપાલિકાનો પ્રી-મોન્સુન પ્લાન વહેલીતકે બનાવી ચોમાસા સંબંધિત ગંદકી અને પાણીના નિકાલના અભાવે લોકોને હાલાકી ન પડે તે માટે તાત્કાલિત આયોજન કરવું જોઈએ.ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મોરબી શહેરને ગંદકીનો ભોગ બનવું પડે છે.આ સ્થિતિ ટાળવા આગાઉ આયોજન જરૂરી છે.તેમજ અત્યારથી વોકડા,નાળાની સફાઈ કરવા ઉપરાંત પાણીનો પુરતો નિકાલ થાય તો શહેરમાં ચોમાસા દરમિયાન ગંદકી પ્રવર્તે નહિ અને વધુમાં જણાવ્યું છે કે મોરબીમાં જે જગ્યાએ રસ્તાના કામ ચાલુ છે તે વહેલી તકે પુરા કરવામાં આવે તો ચોમાસામાં પાણીનો ભાવો ન થાય અને લોકોને તે ગંદકીમાંથી પસાર થવું ના પડે તેથી ૧૫ જુને ચોમાસાની શરૂઆત અ પહેલા આ બધા કામ પુરા કરી દેવા જોઈએ અ માટે નગરપાલિકા કાઉન્સીલરોની તાકીદે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક કરી પ્રી-મોન્સુન પ્લાન અમલી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

