મોરબીના સિરામિક ઉદ્યોગને જી.એસ.ટી.માં રાહત નહી મળે તો આદોલન ની ચીમકી : બ્રિજેશ મેરજા

મોરબી ની કરોડરજજુ સમાન સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ્સનો ભાજપની કેન્દ્ર સરકારે જીએસટી હેઠળ ૨૮%ના સ્લેબમાં સમાવેશ કરી જે અન્યાય કર્યો છે તે નિવારી ૧૮% સ્લેબ હેઠળ આવરી લેવો જોઈએ તેવી માગ કરવમાં આવી છે જો આમ નહી કરવામાં આવેતો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરશે અને જેના લીધે તેની સાથે સંકળાયેલા મજૂરો અને અન્ય ઉદ્યોગ પણ ભાગી પડશે અને ભાજપ સરકારની નીભરતા સામે પણ બ્રિજેશ મેરજા એ સવાલ કર્યા છે  એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાખવા મુદ્દે સિરામિક ઉદ્યોગને નામદાર કોર્ટનો આશરો લેવો પડે તે ગંભીર બાબત છે. તો સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે ને બીજી બાજુ ઉધોગને વિકાસ કરતા અટકાવે છે તો જો સરકાર જલ્દી યોગ્ય નિર્ણય નહી લે તો આગમી સમયમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા દ્વારા આદોલન ની ચીમકી ઉચારવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat