Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આગામી તા.૧૮-૧૯ એ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબીની ડિ.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં આગામી તા. ૧૮ અને ૧૯ના રોજ વિના મુલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના નવા ડેલા રોડ ખાતે આવેલી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં જીતાર્થ મનોજભાઈ વોરા તથા જહાનવીબેન મનોજભાઈ વોરાના સહયોગથી નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૮ને શનિવારના રોજ સાંજે ૪થી ૭ અને તા. ૧૯ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાશે.

આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમ સંઘવી હાજરી આપશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ મેડીકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતાને નોંધાવી જવા અને તપાસ વખતે કેશ પેપર્સ સાથે રાખવા મેનેજીંગ ટ્રસ્ટી જયેશ શાહની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat