મોરબી-ટંકારા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાન ચલાવી બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવ્યા

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી.

આગામી ૮ સપ્તાહ દરમિયાન ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન થકી વધુ ને વધુ જન ભાગીદારીથી આ મહા અભિયાનમાં લોકોને જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડની સાફ સફાઈ હાથ ધરી બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો નવા બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરીને લોકોને પણ સફાઈ રાખવા અનુરોધ કરાયો હતો.

આ અભિયાન અંતર્ગત આજરોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળો ઉપર ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત સેવાના ઉમદા હેતુસર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે લોકભાગીદારી થકી મોરબીના જિલ્લાના ટંકારા ગામે બસ સ્ટેન્ડની સાફ કરી બસ સ્ટેન્ડને ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું. જે અન્વયે બસ ડેપોના કર્મચારીઓ અને સ્થાનિક કર્મચારીઓએ તેમજ જન ભાગીદારીથી બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી અને સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પડાયું હતું.

Leave A Reply

Your email address will not be published.