


જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામધન આશ્રમ ખાતે બાળવિદુષી રત્નેશ્વરીદેવીના વ્યાસસાસને ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન કરાયું હતું જે કથાનું મોટી સંખ્યામાં ભક્તોએ રસપાન કર્યું હતું
કથામાં સંતો મહંતો ઉપરાંત ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી તે ઉપરાંત રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ડોક્ટર, વકીલો, આરોગ્ય વિભાગના સ્ટાફ અને ભકતો મોટી સંખ્યામાં પધાર્યા હતા તે ઉપરાંત સમૂહ રાંદલ, સમૂહ યજ્ઞોપવિત્ર, ૫૧ કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું
હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ભાગવત કથા અને ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા જય માતાજી ગુરુકૃપાના સભ્યો, મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

