


મોરબી જિલ્લા સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમિતિ સભ્ય અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઈસ ચેરમેન રાજુભાઈ ધ્ર્રુવએ પત્રકાર મિલનમાં જણાવ્યુ કે રાજયમાં અને જિલ્લામાં ગુજરાત ગૌરવ દિન તા.૧મે થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનની સફળતાપૂર્વક કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.
મોરબી જિલ્લામાં તમામ ગામોમાં તમામ પ્રકારના જળસંગ્રહના વોટર સ્ટ્રકચરના કામો જળસંચય માટે ચાલી રહ્યા છે. મોરબી જિલ્લામાં વહીવટીતંત્ર અને કલેકટરને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તા.૩૧ મે સુધીમાં જળસંચયના કામો પૂર્ણ થાય તે રીતે આયોજન કરીને ૧૦૧ કામો પૂર્ણ કર્યા છે અને ૯૮ કામો પ્રગતિમાં છે આમ ૫૦% ઉપરાંત કામગીરી પૂર્ણ કરેલ છે.
જિલ્લા વહીવટી તંત્ર સાથે કોટડા નાયાણી, વાલાસણ અને અન્ય તળાવો ઊંડા કરવાના કામોની મુલાકાત લીધી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રમિકોને પૌષ્ટીક આહાર, દરરોજ છાશ અને સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરીને તથા છાયડાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે મોરબી જિલ્લો ખરા અર્થમાં આ ક્ષેત્રે ઉત્તિર્ણ થયેલ છે
૫૦ % થી વધુ કામો લોકો ભાગીદારીથી થયેલ છે સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પ્રજાજનોએ અનેસંગઠનના પદાધિકારીઓ એઆ અભિયાનને પોતાનું અભિયાન માનેલ છે.

