Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા નેશનલ હાઈવે પર સીસીટીવી કેમેરાની બેટરી અને ઈન્વેટર ચોરીની ફરિયાદ

બે ઈસમો ચોરીના મુદામાલ સાથે ઝડપાયા બાદ કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી

 

માળિયા નેશનલ હાઈવે પર લગાવેલ સીસીટીવી કેમેરાની બેટરી અને ઈન્વેટર ચોરી કરનાર બે ઇસમોને પોલીસે ચોરીના મુદામાલ સાથે ઝડપી લીધા છે ત્યારે ખાનગી કંપનીના કર્મચારીએ ચોરીના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે

 

મૂળ એમપીના વતની અને હાલ ભચાઉ કચ્છ રહેતા ઉત્તમસિંઘ છોટેલાલસિંઘ રાજપૂત પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે નવેક મહિનાથી તા. ૧૯-૧૦ દરમીયાન આરોપી ઉપેન્દ્ર મુરજી સુથાર અને ઉમરદીન અવેશ જુએજા રહે બંને શિકારપુર તા. ભચાઉ વાળાએ ફરિયાદીની સેફ્વે કન્સેસન્સ ગારા મોરે ટોલવે પ્રા લીમીટેડ કંપનીએ સુરજબારીથી માળિયા સુધીમાં લાઈટ અને કેમેરા તેમજ વી એમ એસ ચાલુ રાખવા માટે બેટરી અને ઈન્વેટરો લગાડ્યા હોય

 

જેમાંથી કુલ ૨૦ નંગ બેટરી કીમત રૂ ૨,૪૮,૦૦૦ અને ઈન્વેટર નંગ ૧૦ કીમત રૂ ૪૦ હજાર મળીને કુલ રૂ ૨.૮૮ લાખની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હોય જેની વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat