મોરબીના લાલપર ગામેથી બોલેરો કાર ચોરી થયાની ફરિયાદ

મોરબી પંથકમાં વાહનચોરીના અનેક બનાવો બનતા હોય છે તો વળી બોલેરો ચોરી કરતી ગેંગ અવારનવાર સક્રિય થાય છે જેમાં તાજેતરમાં લાલપર ગામેથી બોલેરો કાર ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના લાલપર ગામના રહેવાસી જેમલભાઈ કરશનભાઈ નાગર રબારીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૬ ના રાત્રીના સમયે લાલપર ગામે પાર્ક કરેલી સફેદ બોલેરો કાર નં જીજે ૦૩ એડબલ્યુ ૩૯૦૩ કીમત રૂ ૧ લાખ અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસે ચોરીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat