



ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં માલિકીની જમીનમાં ગેરકાયદેસર કબજો કરીને વાવેતર કરી જમીન પચાવી પાડવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જે બનાવમાં ઓટાળાના રહેવાસી ફરિયાદી વજીબેન પ્રેમજીભાઈ દેસાઈ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ મગન ભગવાનજીભાઈ દેસાઈ, શામજી ભગવાનજીભાઈ દેસાઈ, વાઘજીભાઈ ભગવાનજીભાઈ દેસાઈ, પ્રવીણ રાઘવજીભાઈ ઘોડાસરા અને રમેશ રાઘવજીભાઈ ઘોડાસરા રહે બધા ઓટાળા તા ટંકારા વાળાએ ફરિયાદી વજીબેનની માલિકીની ઓટાળા ગામની જમીનમાં ગેરકાયદેસર કબજો કરીને વાવેતર કરી જમીન પચાવી પાડી છે
આરોપીઓએ ૨૦ વર્ષથી આજદિન સુધી કબજો કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ડીવાયએસપી અતુલકુમાર બંસલ ચલાવી રહ્યા છે

