મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યો સામે નાણા ઉચાપતની ફરિયાદ

બાવળ કાપવાની કામગીરીમાં ૮૭૦૦૦ ની સરકારી નાણાની ઉચાપત

મોરબીના મહેન્દ્રનગર-ઇન્દીરાનગર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા સરકારી નાણાની ચુકવણી કરી સરકારી નાણાની ચુકવણી કરી ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોધાઇ છે.

ઇન્દીરાનગરના રહેવાસી દિનેશભાઈ નાનજીભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે હેતલબેન નરેન્દ્રભાઈ મુછ્ડીયા, અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલીયા, રાજેશ મનસુખ શેરશીયા, દક્ષાબેન જયસુખભાઈ સંઘાણી, હંસાબેન જયંતીભાઈ ભાટિયા, અશ્વિનભાઈ નાનજીભાઈ દેત્રોજા, મધુબેન જશમતભાઈ સનાવડા એ આરોપીઓ મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યનો હોદો ધરાવે છે

જેમાં મહેન્દ્રનગર અને ઇન્દીરાનગર વિસ્તારમાં બાવળ કાપવાની કામગીરી કરાવ્યા દરમિયાન નાણાની ચુકવણી દરમિયાન રોકડા રૂપિયા ઉપાડી વાઉચરમાં કોઈની સહી ના લીધી હોય અને રોજમેળમાં સહી નહિ કરીને નાણા લેનારની પાન સહી અંગુઠાનું નિશાન નહિ લઈને વાઉચરમાં ગ્રામ પંચાયતનું રાઉન્ડ સીલ નહિ મારી વાઉચરનો ખરા ટ અરીકે ઉપયોગ કારી વાઉચર નં ૨૦ માં ૪૩ હજાર અને વાઉચર નં ૬૦ માં ૪૪ હજાર મળીને કુલ ૮૭ હજારની સરકારી નાણાની ઉચાપત કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat