Billboard ad 1150*250

મોરબીમાં માથાભારે પાડોશીના ત્રાસ અંગે પોલીસમાં ફરિયાદ

0 1,353

મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા હિતેશભાઈ પંડ્યાએ એ ડીવીઝન પી.આઈ.ને લેખિત અરજીમાં જણાવ્યું છે કે તેના પડોશમાં ભાડાના મકાનમાં રહેતા મીનાબેન રમેશભાઈ અને રમેશભાઈ એ બંને તેની સાથે જેમ ફાવે તેમ ગાળો બોલી ધમકીઓ આપે છે. અગાઉ તા. ૦૭-૦૩-૧૭ ના રોજ કેસ કરેલ હોય જે મોરબીની કોર્ટમાં ચાલુ હોય જે બાબતનો ખાર રાખીને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા કરે છે. રાત્રીના તેમજ દિવસ દરમિયાન તે ઘર પાસે આવીને ધમકીઓ આપે છે જેથી ઘરે રહેવું મુશ્કેલ બની ગયું છે. જેથી આ શખ્શો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat