

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના અણીયારી ગામના રહેવાસી પાર્વતીબેન સંજયભાઈ ગણેશીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતા ગત તા. ૧૬-૦૭ ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતી વેળાએ કોઈ કારણોસર દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં મરવા મજબુર કર્યાની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા વિજુબેન નાગજીભાઈ ગેડાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી પાર્વતીબેનના આરોપી પતિ સંજયભાઈ ગોવિંદભાઈ ગણેસીયા, સાસુ ગીતાબેન ગોવિંદભાઈ ગણેસીયા, સસરા ગોવિંદભાઈ બચુભાઈ ગણેસિયાએ ફરીયાદી વિજુબેનની દીકરી પાર્વતીને તું મને ગમતી નથી તેમ કહી તેમજ આરોપી સાસુ ગીતાબેન અને સસરા ગોવિંદભાઈએ તું કરિયાવરમાં કાઈ લાવી નથી કે તને રાંધતા આવડતું નથી તેમ કહી અવારનવાર મેંણા-ટોણા મારી મારકૂટ કરી આરોપી પતિ-સાસુ-સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપી ફરિયાદી વિજુબેનની દીકરી પાર્વતીને મરી જવા મજબુર કરતા પાર્વતીબેનએ ગત તા.૧૬ ના રોજ પોતાની જાત જલાવી દાઝી જતા સારવારમાં લઇ જવાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે ફરિયાદ વિજુબેનએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.



