



વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા યુવાને બાગબાન કંપનીના ડબ્બાના સીલ તોડી ભેળ-સેળ કરી વેચાણ કરતા તેની સામે કંપનીના પ્રોપરાઈટરે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રેહતા સફીભાઈ અનવરભાઈ પરાસરાએ બાગબાન કંપનીના ૪૫ ગ્રામ તમાકુના ડબ્બાને નીચેના ભાગેથી તેમજ ૨૦૦ ને ૫૦૦ ગ્રામના ડબ્બાને ઉપરના ભાગેથી સીલ તોડી ખોલી તેમાં રહેલ તમાકુમાં ભેળસેળ કરી જે ભેળસેળ વાળી તમાકુ બાગબાન કંપની ઉપયોગ કરે છે તેવા સીલના સ્ટીકર તથા બાગબાન છાપેલ ખાલ્લી ડબ્બાનો ઉપયોગ કરી ભેળસેળ કરી તમાકુનું વેચાણ કરવા મામલે કંપનીના પ્રોપરાઈટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે. તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



