Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના સુસવાવ નજીક અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નીપજાવનાર ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ

 

હળવદ માળિયા હાઈવે પર સુસ્વાવ ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વિદ્યાર્થીનીનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

હળવદના ઈશ્વરનગરના રહેવાસી કૃપાલીબેન ધર્મેન્દ્રભાઈ કાલરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને તેની કુટુંબી બહેન શ્રુતિ બંને સ્કૂટર જીજે ૩૬ ડી ૬૨૨૩ લઈને હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે અભ્યાસ અર્થે જતી હોય ત્યારે ટ્રક જીજે ૧૨ બીડબલ્યુ ૦૨૩૦ વાળાએ અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં સ્કૂટર સવાર ફરિયાદી અને શ્રુતિબેન બંને ફંગોળાઈ જતા શ્રુતિબેન પર ટ્રક ચડી જતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું અને અકસ્માત બાદ આરોપી નાસી ગયો હતો હળવદ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat