ખનીજ પરિવહનમાં ઝડપાયેલા ૧૧ વાહનના માલિકો સામે ફરિયાદ

મોરબી જીલ્લામાં બેફામ ખનીજચોરી સામે તંત્રે લાલ આંખ કરી સઘન કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે પરવાના વિના ખનીજ પરિવહન કરતી તેમજ ઓવરલોડ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા બાદ તે કર્ય્વ્હાઈ કરીને છોડાવી ગયેલા વાહનના માલિકોએ દંડની રકમ ભરપાઈ ના કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળેથી ઝડપી લીધેલા ૧૧ વાહનોના માલિકોએ પતાના વાહનો છોડાવી લીધા બાદ નિયમ મુજબ દંડની રકમ ભરપાઈ કરી નથી જેથી આવા વાહનના માલિકો સામે ફરિયાદ કરવા ખનીજ વિભાગે લેખિત અરજી કરી છે જેમાં વાહન નં જીજે ૨૫ ટી ૫૧૯૯, જીજે ૦૩ બીટી ૯૯૨૭, જીજે ૦૩ બીટી ૩૦૬૭, જીજે ૦૩ બીટી ૪૮૭૩, જીજે ૦૩ એટી ૨૫૭૧, જીજે ૦૩ એટી ૩૫૮૨, જીજે ૦૩ બીટી ૩૦૬૭, જીજે ૦૩ એટી ૧૫૨૨, જીજે ૦૫ બીટી ૨૭૦૫, જીજે ૧૩ વી ૭૯૩૮ અને જીજે ૧૨ એયુ ૬૪૪૮ એમ ૧૧ વાહનના માલિકો સામે કાયદેસર ફરિયાદ નોંધવ માટે  તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat