Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયામાં પરણીતા ને મજબુર કરનાર પતી સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોધાય

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના રહેવાસી હૈદરભાઈ અબ્દુલભાઈ જેડાની દીકરી હમીદાબેનના લગ્ન માળિયાના ઈશક ફતેમાંમદ કાટિયા સાથે નવ વર્ષ પૂર્વે થયા હતા. જેને કોઈ સંતાન ના થયા હોય, ગત તા. ૧૦ ના રોજ માળિયામાં પોતાના ખેતરમાં ઝેરી અસર થતા બેભાન બનતા તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું છે.પરંતુ મૃતક ફરીદાબેનના પિતાએ પોતાની પુત્રીનું મોત ઝેરી દવા છાંટવાથી અસરથી નહિ પરંતુ તેના સાસરિયાઓમાં પતિ ઈશક કાટિયા, સાસુ શરીફાબેન, નણંદ રેશ્માબેન દિયર નસરૂદીન તેમજ નણંદ રૂકસાના દ્વારા ઘરકામ બાબતે મ્હેણાં ટોણા મારી તું ગમતી નથી, તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ ગુજારી તે ત્રાસ સહન નહિ થતા તેને ઝેરી દવા પી આપઘાત કર્યો હોય જેથી પરિણીતાને મરવા માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધાવ્યો છે. માળિયા પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat