મોરબીમાં જાલીનોટ બનાવનાર ઇસમના ઘરેથી કલર પ્રિન્ટર કબજે લેવાયું

રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરની જડતીમાં 

પોલીસને કલર પ્રિન્ટર મશીન હાથ લાગ્યું  

        મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે એક શખ્શને ૯૦ હજારની જાલીનોટો સાથે ઝડપી લીધા બાદ આરોપીના રિમાન્ડ મેળવ્યા છે તો રિમાન્ડ દરમિયાન આરોપીને ઘરેથી કલર પ્રિન્ટર મળી આવતા પોલીસે કબજે લીધું છે   

મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ નજીકથી એસઓજી ટીમે આરોપી મનીષ મંગળભાઈ પટેલ(ઉ.૩૧) રહે-હાલ કૃષ્ણનગર-૨,વાવડી રોડ મોરબી અને મૂળ સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કીમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે અને જાલીનોટ કાંડની વધુ તપાસ એ ડીવીઝન પીએસઆઈ ચંદ્રકાંત શુક્લ અને રાઈટર રાજુભાઈ પરમાર સહિતની ટીમ ચલાવતી હોય

જેમાં આરોપીની સઘન પૂછપરછ બાદ તેના ઘરની જડતી લેતા આરોપીના ઘરેથી કલર પ્રિન્ટર મળી આવતા પોલીસે તે કબ્જે લીધું છે જાલીનોટો છાપવા માટે આરોપી કલર પ્રિન્ટરનો ઉપયોગ કરતો હોય જે કબુલાત બાદ પોલીસે કલર પ્રિન્ટર કબજે કર્યું છે અને આરોપી પાસેથી વધુ માહિતી ઓકાવવા પોલીસ સઘન પૂછપરછ ચલાવી રહી છે 

Comments
Loading...
WhatsApp chat