Billboard ad 1150*250

મોરબીના જાંબુડીયા ગામના વોકળામાં કોલગેસનો નિકાલ, જીપીસીબીમાં રજુઆત

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના જાંબુડિયા ગામે આવેલ સીરામીક એકમ દ્વારા કોલગેસના પ્રદુષિત પાણીનો નિકાલ ગામના વોકળામાં કરવામાં આવતો હોવાથી આ પ્રદૂશીત પાણી તળાવમાં ભળી જતા ગામલોકો અને પશુઓના આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો હોવાના આક્ષેપ સાથે જાંબુડિયા ગ્રામ પંચાયતે પ્રદુષણ કંટ્રોલ બોર્ડને રજુઆત કરી આ ગંભીર પ્રશ્ને યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો ગાંધી ચિધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબીના જાબુડિયા ગ્રામ પંચાયતે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને લેખિતમાં રજુઆત કરી છે કે જાબુડિયા ગામે આવેલ સિલિકોન સીરામીક પોતાના ઔધોગિક એકમમાં કોલગેસનો વપરાશ કરે છે.આ કોલગેસ પ્લાન્ટનું ઝેરી પ્રદુષિત પાણીનો જોખમી રીતે ગામના વોકળામાં નિકાલ કરે છે.જ્યારે આ વોકળામાંથી ઝેરી પ્રદુષિત પાણી ગામની સીમમાં આવેલ તળાવમાંથી વહીને જાય છે. તેથી ગામના માલઢોર આ પાણી પીતા હોય ઝેરી પાણીને કારણે પશુઓમાં રોગનો ઉપદ્રવ વધી ગયો છે અને તળાવમાં આ ઝેરી પાણીથી ઘણા બધા માછલાંઓ પણ મોતને ભેટ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે આ ફેકટરી ગામના રહેણાક વિસ્તાર નજીક આવેલ છે.ત્યારે ભૂતકાળમાં ગેસ પ્લાન્ટ ફાટવાના પણ બનાવો બન્યા છે.જેથી ગ્રામજનો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.આ પ્લાન્ટના ખરાબ પાણીથી ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.તેથી સમયસર આ ફેકટરીના કોલગેસના પ્રદુષિત પાણી નિકાલ બંધ નહિ કરાઈ તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન ચલાવવાની ચીમકી આપી છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat