કોલેજીયન યુવાનોએ ગરીબ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેચી

દિવાળીના તહેવારોમાં મારવાડી કોલેજના કેમ્પસમાં રહેતા મજુર પરિવારજનો દીપાવલીની ઉજવણી કરી શકે તે હેતુ થી વરદાન ફાઉન્ડેશન દ્વારા મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ પરિવારોને ફિલ્મ બતાવી,તેઓના ઘરમાં દીવા પ્રગટાવી જીવનમાં દીવા રૂપી પ્રકાશ હમેશ જળહળતો રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.ઉપરાંત તમામ પરિવારજનોને દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવીને મીઠાઈ તથા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારવાડીના રજીસ્ટ્રાર નરેશ જાડેજા અને ડો.રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ સમર્થ ભટ્ટ,રવિ કાપડિયા,દર્શન કાપડિયા,રીધ્ધી નંદા,પ્રતિક સોમેશ્વર,હર્ષવર્ધન શર્મા,વિશ્વ વારીયા,ધવલ કાલરીયા,ક્રિષ્ના મલુયાશીયા,જાનકી દેલવાડીયા,ધ્રુવી જેઠવા,કિરણ સોલંકી,ચિંતન સાવલિયા,હાર્દિક માવદીયા,એલીસ ડઢાણીયા અને બ્રિજેશ ગાંધીએ જહેમત ઉઠાવી હતી.તેમજ આ ઉમદા કાર્યક્રમ કરવા બદલ મારવાડી કોલેજના કો-ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણા,વરદાન ફાઉન્ડેશનના ફાઉન્ડરવર્ષા જેસલમેરિયા,કો-ફાઉન્ડર દર્શન સાલુકે અને ટ્રસ્ટી અમરપ્રીતસિંધ અરોરાએ અભિનદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat