કોલેજીયન યુવાનો-સેવાભાવી સંસ્થાએ જરૂરીયાત મંદોને દિવાળીની મીઠાઈઓ વહેચી

દીપાવલીના શુભ પર્વ નિમિતે લોકો પોતનું ઘર શણગારે,નવા કપડા લઈને ખુશી થી દીપાવલીના તહેવારની ઉજવણી કરે છે પરંતુ દિવ્યાંગ બાળકો,પ્રજ્ઞાચક્ષુઓ,વૃદ્ધાઆશ્રમમાં રહેતા વડીલો મીઠાઈખાઈને કે નવા વસ્ત્રો પહેરીને દીપાવલીની ઉજવણી કરી શકતા નથી તે માટે મોરબીમાં અવારનવાર સેવાકીય પ્રવુતિ કરતી અને ભણતર સાથે જીવન ધડતર આપતી પી.જી.પટેલ કોલેજ તથા લાઈન્સ કલબ ઓફ મોરબી દ્વારા મોરબી શહેરમાં આવેલ વૃધ્ધાઆશ્રમ,સિવિલ હોસ્પિટલ,દિવ્યાંગ બાળકો,હરિહર અન્નક્ષેત્ર,બાલાઆશ્રમ,વિકાસ વિધાલય,ફ્રી ટીફીન સેવા,પ્રજ્ઞાચક્ષુ બહેનોને દીપાવલીના પવન પર્વ પર ૧૦૦૦ નંગ થી પણ વધુ શુદ્ધ ધી ની ધારી વિતરણ કરી દીપાવલીની ઉજવણી કરવામાં આવી હતી.આ શ્રેષ્ઠ કાર્યમાં લાઈન્સ કલબના ચંદ્રકાંત દફતરી,મોરબી લાઈન્સ કલબના પ્રમુખ તુષાર દફતરી,પી.જી.પટેલ સંસ્થાના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા,આચાર્ય ડૉ.રવીન્દ્ર ભટ્ટ,લાઈન્સ કલબના સભ્યો અને કોલેજના વિધાર્થીઓ જોડાયા હતા.મોરબી ન્યુઝે પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડૉ.રવીન્દ્ર ભટ્ટ સાથે વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે આજના યુવાનો સોસીયલ મીડિયાનો ઉપયોગ ટાઈમ પાસ કરવા માટે કરે છે જ્યારે આ શુભ કાર્યને આગળ ધપાવવા માટે સોસીયલ મીડિયા નિમિત બન્યું હતું.

Comments
Loading...
WhatsApp chat