



મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો દ્વારા એક સોશ્યલ ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા દિવાળીના પર્વ નિમિતે લોકો પાસેથી જૂની વસ્તુઓ એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીને દિવાળીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી
મોરબીની એલ ઈ કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે દિવાળી નિમિતે સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે જેમાં અનરાધારનો આધાર સૂત્ર હેઠળ પીએસજી ગ્રુપના સભ્યોએ શહેરીજનો માટે જે બિનજરૂરી બની છે તેવી ચીજવસ્તુઓ એકત્ર કરી હતી અને એકત્ર કરાયેલી ચીજવસ્તુઓ ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને રમકડા, સ્ત્રીઓ અને પુરુષો તેમજ અંધજનોને કપડા સહિતની ભેટ સોગાદો આપીને દીપાવલી પર્વની ઉજવણી કરી છે દીપાવલી એટલે પ્રકાશ અને આનંદનું પર્વ ત્યારે આનંદના પર્વમાં ખુશીઓ વહેચીને કોલેજીયન યુવાનોએ સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે



