Billboard ad 1150*250

મોરબીમાં ટ્રાફિક અને મતદાર જાગૃતિ માટે કોલેજના વિદ્યાર્થીઓની રેલી, Video

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં કરેલા સુધારા બાદ નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે નવા ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતતા લાવવા મોરબી જીલ્લા ટ્રાફિક શાખા તેમજ ઓમ વીવીઆઈએમ કોલેજ દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી

જે રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો દ્વારા ટ્રાફિકના નિયમો પાલન કરવા અંગે લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કર્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન વાહનચાલકોની સુરક્ષા માટે જ હોય જેથી દરેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અપીલ પણ કરી હતી આ પ્રસંગે પી.આઈ. જે એમ આલ, ઓમ વીવીઆઈએમ કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશીયા, સના કાઝી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મતદારોની જાગૃતિ માટે પણ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી જેમાં દરેક નાગરિક મતદાર બને અને જાગૃતતા સાથે મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી અને મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat