કોલેજીયન મિત્રો ગેટ ટૂ ગેધર પાર્ટીમાં કરે છે કેવી મસ્તી ?

કોલેજ પૂર્ણ કર્યાના વર્ષો બાદ મળેલા મિત્રોએ કલાકો સુધી ગપ્પા માર્યા

કોલેજનો સમય યુવાનો માટે ગોલ્ડન પીરીયડ હોય છે. કોલેજ પૂર્ણ કર્યા બાદ પોતપોતાના કામકાજમાં યુવાની ક્યાં ખોવાઈ જતી હોય છે તે ખબર પડતી નથી આમ છતાં જિંદગીની ભાગદોડમાં પણ જુના મિત્રોને સૌ કોઈ યાદ કરતા હોય છે. ફાસ્ટ જિંદગીમાં જુના મિત્રોને મળવાનું કે તેની સાથે કલાકો સુધી ગપ્પા મારવાનું પણ હવે સ્વપ્ન સમાન બની રહેતું હોય છે પરંતુ વર્ષો બાદ જયારે કોલેજીયન મિત્રો એકત્ર થાય ત્યારે ધૂમ મચી જતી હોય છે. મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજના બી.એ. ના વિદ્યાર્થીઓને તેના જુના મિત્રોને નવ વર્ષ બાદ મળવાનું સ્વપ્ન આખરે સાકાર થયું હતું. તાજેતરમાં શહેરના કામધેનું પાર્ટી પ્લોટમાં આ જુના કોલેજીયન મિત્રોની ગેટ ટૂ ગેધર પાર્ટી મળી હતી જેમાં વર્ષો બાદ મળેલા મિત્રોએ પોતાના કામધંધાના ટેન્શનને સાઈડ પર મુકીને કોલેજ સમયની જૂની યાદો વાગોળી હતી. મિત્રોએ પોતાના જુના અંદાજમાં આવી જઈને બિન્દાસ્ત મસ્તી કરીને માહોલ ગજવી મુક્યો હતો તો રેસ્ટોરન્ટમાં સાથે ભોજન કરીને સૌ છુટા પડ્યા હતા.કોલેજીયન મિત્રોની ગેટ ટૂગેધર પાર્ટી વર્ષો બાદ મળી હતી જેથી દરેક યુવાનો પોતપોતાના કામધંધામાં ખોવાઈ ગયા હતા. કોઈ સિરામિક ઉદ્યોગપતિ બની ગયા છે તો કોઈ સરકારી નોકરિયાત, કોઈ શિક્ષક તો વળી કોઈ પોતાના વ્યવસાયમાં ખોવાઈ ગયા છે છતાં દરેક મિત્રો પોતાની સોશ્યલ અને ઈકોનોમિકલ પોઝીશનને ભૂલી જઈને કોલેજીયન બની ગયા હતા.અને જુના મિત્રો સાથે ખુબ મસ્તી કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat