મોરબી જીલ્લાના ૧૨ ગામના ખેડૂતોનો કલેકટર કચેરીએ હલ્લાબોલ, સિંચાઈના પાણીની માંગ

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો છે અને હાલ વાવણીની સિઝનમાં ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરીયાત હોય પરંતુ ચરાડવા નજીક નર્મદા કેનાલમાં આડશ મૂકી કેનાલ રોકી દેવામાં આવતી હોવાથી આજે જીલ્લાના ત્રણ ધારાસભ્યોને સાથે રાખીને ૧૨ ગામના ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા અને જીલ્લા કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જોકે નર્મદાની કેનાલમાં ચરાડવા ગામ નજીક આડસ મૂકી દેવામા આવી હોવાથી હળવદ અને માળિયા તેમજ મોરબી તાલુકાના ગામોના ખેડૂતો સિંચાઈથી વંચિત રહી જતા હોય જેથી પાક નિષફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા અને ટંકારા સહિતના ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં સમલી, ચરાડવા, કડીયાણા, દેવપુર, વાંકડા, જિકીયારી, અંજીયાસર, નીચી માંડલ, ગોકુળિયા સહિતના ૧૨ ગામોના ખેડુતો આજે જિલ્લા કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને સિંચાઈના પાણી માટે રજૂઆત કરવામાં આવી હતી

તેમજ પાણી નહિ મળે ત્યાં સુધી ધરણા કરવાનો હુંકાર કર્યો હતો જેને પગલે માળીયા અને મોરબી પાસેની કેનાલમાં પોલીસ બંદોબસ્ત મુકવાની રજુઆતનો કલેકટરે સ્વીકાર કર્યો હતો તો સાથે જ ચરાડવા નજીક પાણીની ચોરી કરતા ૫૦ થી વધુ સીરામીક ફેક્ટરીણા ગેરકાયદે કનેકશન સાંજ સુધીમાં કાપવાનો જિલ્લા કલેક્ટરે આદેશ આપતા ખેડૂતોએ રાહત અનુભવી હતી અને પાણી મળવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે

રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં ૬૦૦ એમસીએફટી પાણી છોડવામાં આવે છે જોકે આ જળજથ્થો અપૂરતો હોવાનું જણાવીને ખેડૂતો અને ધારાસભ્યોએ ૧૨૦૦ એમસીએફટી પાણી છોડવાની રજૂઆત કરી હતી તે ઉપરાંત હળવદના બ્રાહ્મણી ડેમ ૧ માં પાણી હોય જેથી સિંચાઈ માટે આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી

મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ કલેકટરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે માળિયા તાલુકામાં ચાલુ વરસાદની સીઝનમાં માત્ર ૫૦ મીમી જેટલો વરસાદ પડ્યો છે જોકે ખેડૂતોએ કુદરત પર શ્રદ્ધા રાખી વાવણી કારી છે જેથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પશુઓ માટે ઘાસચારો દુર્લભ બન્યો છે જેથી આ સ્થિતિમાં માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર સહાય તાકીદે ખેડૂતો અને પશુપાલકોને તેમજ ખેતમજુરોને આપવામાં આવે એવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat