હિમતનગર દુષ્કર્મ મામલે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા કલેકટર આવેદન પાઠવાયું

હિમતનગરના ઢુંઢર ગામે ૧૪ માસની કોમળ બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરવા મામલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મળતી વિગત મુજબ હિંમતનગરના ઢુંઢર ગામે ખાટલા પર સુતેલી ૧૪ માસની બાળકીને ઉઠાવી ગયા બાદ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આવી હૃદયદ્રાવક ઘટના સમાજમાં બીજીવાર ન બને તે માટે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા ક્ષત્રિય ઠાકોરસેના દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત ભોગ બનનાર બાળકીને યોગ્ય સારવાર આપવામાં આવે અને તેના પરિવારજનોને પુરતો સહકાર આપવામાં આવે તેવી રજુઆત મોરબી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવી હતી .

Comments
Loading...
WhatsApp chat