Billboard ad 1150*250 Billboard ad 1150*250

કલેકટર કચેરીએ દલિત આગેવાન આત્મવિલોપન કરવા પહોંચ્યા, જાણો પછી શું થયું ?

 

મોરબીના પીપળી ગામના રહેવાસી ગૌતમભાઈ અંબાલીયાએ અગાઉ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને આજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને પગલે તાલુકા પોલીસની ટીમે સતર્કતા દાખવીને ચુસ્ત બંદોબસ્ત કલેકટર કચેરીએ ગોઠવ્યો હતો અને દલિત આગેવાન કચેરીએ પહોંચતા જ તેની અટકાયત કરવામાં આવી હતી

બાદમાં દલિત આગેવાન જીલ્લા કલેકટરને મળ્યા હતા જ્યાં તેણે આરોપી એન.જી. ચૌહાણ રહે. સાવડી તા. ટંકારાવાળો સ્ત્રીઓના શોષણ કરતો હોય તેમજ સરકારી ખરાબાની જમીનમાં દબાણ અને મકનસર ગમે સરકારી જમીન વેચી નાખી હોય જે આરોપી સામે કાયદેસર પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી જેના જવાબમાં જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે સરકારી જમીન પર દબાણો મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી

જયારે પોલીસ કેસમાં પોલીસ પણ યોગ્ય દિશામાં તપાસ કરશે તેવી ખાતરી મળતા હાલ મામલો થાળે પડ્યો છે તો દલિત આગેવાનના આત્મવિલોપનની ચીમકીને પગલે કલેકટર કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે પૂર્વે જ પોલીસે દલિત આગેવાનની અટકાયત કરી હતી

 

Comments
Loading...
WhatsApp chat