


મોરબીની કલેકટર કચેરીમાં આજે એક ખેડૂત આત્મવિલોપન કરવા કેરોસીનનું ડબલું લઈને પહોંચતા પોલીસે આત્મવિલોપન કરે તે પૂર્વે જ ખેડૂતની અટકાયત કરી હતી અને આત્મવિલોપન કરતા અટકાવી દીધા હતા
બનાવ પ્રાપ્ત માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી નટુભાઈ પટેલની જમીન આવેલી હોય જેની બાજુની ખેતીની જમીન ધરાવતા બે શખ્શોએ તેની ખેતીની જમીનમાં દબાણ કર્યું હોય જે મામલે ખેડૂતે અગાઉ તંત્રને રજૂઆત કરી હતી અને એક માસ પૂર્વે કરેલી રજૂઆત છતાં કોઈ નિવેડો આવ્યો ના હતો અને અગાઉથી કરેલી જાહેરાત મુજબ આજે કેરોસીનના ડબલા સાથે પહોંચ્યા હતા
જોકે ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોવાથી પોલીસ એલર્ટ મોડમાં હતી અને ખેડૂત આવતાની સાથે જ તેની અટકાયત કરી હતી ખેડૂતની જમીનમાં દબાણ થયા બાદ તંત્ર જાગ્યું ના હતું અને આ મામલે કોઈ કાર્યવાહી કરી ના હોય જેથી કંટાળી ખેડૂતે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું જોકે પોલીસે સમયસર અટકાયત કરી લેતા મામલો થાળે પડ્યો હતો તો ખેડૂતે અગાઉ આત્મવિલોપન ના કરવાની બાહેંધરી આપ્યા બાદ આત્મવિલોપન કરવા પહોંચતા તંત્ર ધંધે લાગ્યું હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે