


મોરબીની ઇટાલસ વિટ્રીફાઇડમાં સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરીને ૨૧૧ યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું.
મોરબીના ઇટાલસ વીટ્રીફાઈડમાં સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં સંસ્કાર બ્લડ બેંકના ડો. દિલીપભાઈ ચૌહાણ અને તેના સ્ટાફે રક્તદાન કેમ્પમાં સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા ઇટાલસ વિટ્રીફાઇડના ડિરેક્ટર વિનોદભાઈ આદ્રોજા, રોહિતભાઈ ચીખલીયા, સંગા વિટ્રીફાઇડના ચેતનભાઈ બાવરવા, સરજુ વિટ્રીફાઇડના કૌશિકભાઈ આદ્રોજા, સિમોલા, વેરીટાસ, સીમપેરા, મારબેલીનો, ક્રેન્ઝા, નેલશન, કોનર, પર્થ, રામેષ્ટ, ઓરીંડા, સેરોન, નોકેન, એક્ષવેલ, બીસોરે, કેડીલેશ, મેટસ, વેલબોન્ડ અને લેવીસ સહિતની વિટ્રીફાઇડ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ અને સેનેટરીના સંચાલકોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

