વાંકાનેર બંધુસમાજ હોસ્પિટલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ૯૦ થી વધુ બોટલ એકત્ર

 

વાંકાનેર નિવાસી સ્વ. કિશોરચંદ્ર શાહના ધર્મપત્ની સ્વ. રંજનબેન કિશોરચંદ્ર શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે પરિવાર દ્વારા બંધુસમાજ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જે રક્તદાન કેમ્પમાં વાંકાનેરના મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજી ઝાલા, ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૯૦ થી વધુ લોકોએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો

કેમ્પને સફળ બનાવવા અમિતભાઈ શાહ, શીતલબેન શાહ, સ્વ. અમૃતલાલ પદમશીભાઈ શાહ પરિવાર અને મિત્ર વર્તુળે જહેમત ઉઠાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat