વાંકાનેરમાંથી કોલસાના વેપારીનું રૂપિયાની ઉઘરાણીમાં અપહરણ થયા બાદ ક્લાકોમાં છુટકારો

એલસીબીએ કરેલી ત્વરિત કાર્યવાહીને પગલે વેપારીનો છુટકારો

મોરબીના ચકમપર ગામના રહેવાસી અને હાલ અમદાવાદ વસવાટ કરતા પટેલ યુવાનનું ગઈકાલે વાંકાનેર ઢુંવા ચોકડી નજીકથી મોરબીના બે શખ્સોએ કારમાં અપહરણ કરી જઈ ઢોર માર મારવા મામલે એલસીબીમાં ફરિયાદ થઇ હતી અને એલસીબી ટીમે કરેલી ત્વરિત કાર્યવાહીમાં છ અપહરણ કરનાર આરોપીને ઝ્ડપી લઈને વેપારીને મુક્ત કરાવવામાં આવ્યો છે

મોરબીના રહેવાસી ગૌતમભાઇ દુર્લભજીભાઇ કાલરીયાએ એલસીબી કચેરીએ પહોંચીને અધિકારીને જણાવ્યું હતું કે તેના કાકાના દિકરા અમિતભાઇ ધરમશીભાઇ કાલરીયાને ઢુંવા ચોકડી ભવાની હોટલ સામેથી બાલુભાઇ અઘારા તથા રાજુભાઇ ઠક્કર તેમની ગાડીમાં અપહરણ કરી લઇ ગયા છે અને ભડીયાદ રોડ પર બાલ ગણેશ કોલ નામના કારખાનામાં ગોંધી રાખ્યા છે જે માહિતીને પગલે તુરંત એલસીબી ટીમે તપાસ આદરી હતી અને વેપારીનો છુટકારો કરાવવા હાથ ધરેલા ઓપરેશનમાં સંભવિત માહિતી વાળા સ્થળ પર તપાસ કરતા વેપારી અને આરોપીઓ મળી આવતા તમામન આરોપીને ઝડપી એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.

અને કોલસાના વેપારી અમિતભાઇ ધરમશીભાઇ કાલરીયા (ઉ.વ.૩૪) વાળાએ અપહરણ કરનાર આરોપી બાલુભાઇ થોભાણભાઇ અઘારા ઉ.વ.૩૩. રહે.મોરબી. રવાપર રોડ, નરસંગ સોસાયટી, રાજુભાઇ પ્રાણજીવનભાઇ ઠકકર ૨હે, મો૨બી-૨, હાઉસીંગ બોર્ડ, ગેંડા સર્કલ પાસે મુળ રહે.થરા, જી.બનાસકાંઠા, ભાવેશભાઇ ધરમશીભાઇ માકાસણા, ઉ.વ.૩૨, રહે.ધરમપુર. પ્લોટ વિસ્તાર, તા.જી.મોરબી, પ્રવિણભાઇ માવજીભાઇ ધોડાસરા, ઉ.વ.૩૮, રહે.મોરબી-ર, ઉમા ટાઉનશીપ. રોયલ હાઇટસ એ-૨૦૪. તા.જી.મોરબી., આશિષ ત્રીભોવનભાઇ ધોડાસરા, ઉ.વ.૩૩, રહે.મો૨બી-ર,ગોપાલ સોસાયટી. ગોમતી નિવાસ. તા.જી.મોરબી અને અભિ ઇશ્વરભાઇ ચાડમીયા, ઉ.વ.ર૪. રહે.મોરબી. રવાપર રોડ. વૃન્દાવન એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ વિરુદ્ધ ફરિયાદનોંધાવી છે

જેમાં ભોગ બનનાર ફરિયાદી વેપારીએ જણાવ્યું છે કે સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ભવાની હોટલ સામે, ઢુંવા ચોકડી, નજીકથી આરોપીએ એક સંપ કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદી અમિતભાઇ પાસેથી આરોપીઓએ કોલસાના રૂપિયા માંગતા હોય તે કઢાવવા સારૂ વરના ગાડી નંબર જીજે-૧ કેએન-૬૪૪૪ માં અપહરણ કરી લઇ જઇ અલગ અલગ કારખાનામાં ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી, ઢીકા પાટુનો માર મારી, મૃત્યુનો ભય બતાવી રૂપિયા ૧૦૦ના સ્ટેમ્પપાં ફરીયાદીની મિલકત લખેલ લખાણમાં બળજબરીથી મિલ્કત પડાવી લેવા કોશીશ કરી ગુન્હાહિત કાવતરૂ રચ્યાનું જણાવ્યું છે વાંકાનેર પોલીસે વેપારીનું અપહરણ કરવા મામલે તમામ છ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૬૫, ૩૮૭, ૧૨૦ (બી), ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબ રચી ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat