મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના ચીફ કોચ નેપાળમાં આપશે કોચિંગ



મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના ચીફ કોચ નિશાંતભાઈ જાની ૨૫ જુનથી નેપાળના પ્રવાસે જવા રવાના થાય છે જે ૨૫ જુન થી ૦૮ જુલાઈ સુધી નેપાળમાં ૧૫ દિવસના કેમ્પમાં કોચિંગ કરશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ સર્ટીફાઇડ કોચ (લેવલ-૨) અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના ચીફ કોચ નિશાંત જાની તા. ૨૫ જુનથી ૦૮ જુલાઈ સુધી નેપાળમાં હાઈ પરફોર્મન્સ કેમ્પમાં કોચિંગ આપશે મોરબી જીલ્લાના ક્રિકેટ કોચને નેપાળમાં કોચિંગ કરવાની સિદ્ધિ બદલ સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે
તો આ તકે કોચ નિશાંતભાઈ જાનીએ તેમના મેન્ટોર ઉમેશ પતવાલ જે નેપાળના વર્લ્ડ કપ ક્વોલીફાયરમાં બેટિંગ કોચ છે તેમના પ્રયત્નોને કારણે આ ચાન્સ મળ્યો હોવાનું જણાવીને ઉમેશ પતવાલનો આભાર વ્યક્ત કર્યો છે નિશાંતભાઈ જાનીને નેપાળ પ્રવાસ માટે મોરબી જીલ્લા ક્રિકેટ એસો શુભકામનાઓ પાઠવી છે

