Billboard ad 1150*250

ટંકારામાં મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં સહકાર પેનલને વિજયી બનાવવા અપીલ કરાઈ

0 899

ટંકારામાં રાજકોટ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, સંસદ સભ્ય મોહનભાઈ કૂંડારીયાની સંયુક્ત પેનલ સહકાર પેનલને વિજયી બનાવવા મીટીંગ યોજાયેલ. જે મીટીંગમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચેરમેન મગનભાઇ વડાવીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, ધ્રુવકુમારસિંહ જાડેજા, કેશુભાઈ રૈયાણી, ભવનભાઈ ભાગ્યા, પ્રભુલાલ કામરીયા, કિરીટભાઈ અંદરપા બેંકના ડિરેક્ટરો, મોરબી માર્કેટિંગ યાર્ડના ઉમેદવારો તથા બહોળી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહેલ.

કેબિનેટ મંત્રી તથા સંસદ સભ્ય દ્વારા સહકાર પેનલ રચવામાં આવેલ છે તેમાં ખેડૂત વિભાગમાં ૧૦ ઉમેદવારો તથા વેપારી પેનલ માં 6 ઉમેદવારો છે. ખેડૂત મતદાર વિભાગના મતદારે 10 મતો આપવાના રહે છે .ખેડુત પેનલમાં આશરે 1465 વેપારી પેનલમાં 143 તથા સંસ્થા ચેનલમાં 35 મતદારો છે.

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સંસદ સભ્ય મોહનભાઈ કૂંડાળીયા નું સ્વાગત ભવાનભાઈ ભાગીયા દ્વારા કરાયેલ. તમામ અગ્રણીઓએ સહકાર પેનલને જીતાડવા અનુરોધ કરેલ. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ભાઞીયા દ્વારા કરાયેલ. આભાર વિધિ કેશુભાઈ રૈયાણી દ્વારા કરાયેલ. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી તારીખ ૩૧ માર્ચના રોજ યોજાશે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat