Billboard ad 1150*250

મોરબીના શ્રમિક પરિવારને બેંક મારફત સીએનજી રીક્ષાની લોન મંજુર કરાઈ

0 205
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        સરકારની દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત તાજેતરમાં એક શ્રમિક પરિવારની સીએનજી રીક્ષા માટેની લોન મંજુર કરાઈ છે અને શ્રમિક પરિવારને આજીવિકાનું સાધન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

        યોજના અંતર્ગત શહેરી ગરીબ પરિવારના લોકોને સ્વરોજગાર હેતુ બેંક મારફત લોન દ્વારા કાયમી આજીવિકાનું સાધન અપાવી રોજગારી પૂરી પાડવામાં આવે છે જેમાં તાજેતરમાં સો ઓરડી વિસ્તારના લાભાર્થી કાન્તીભાઈ પરમારને યોજના અંતર્ગત કોર્પોરેશન બેંક મારફત પેસેન્જર સીએનજી રીક્ષાની લોન મંજુર કરાવી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, વોર્ડના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ સીરોહિયા સહિતના આગેવાનોએ રીબીન કાપી લાભાર્થીને રીક્ષા અર્પણ કરી હતી આ પ્રસંગે ચીફ ઓફિસરના પીએ અમીનભાઈ, એન યુ એલ એમ મેનેજર હરેશભાઈ તથા ચતુરભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat