


હાલ સાતમ આઠમના તહેવારોમાં મેળાની મોજ માણતા સામાન્ય લોકો માટે રીક્ષાની સવારી મુખ્ય હોય છે વળી જન્માષ્ટમીની રજાને પગલે આજે સીએનજી પંપ પર રીક્ષાની લાઈનો લાગી હતી
મોરબીના બેલા નજીક આવેલા સીએનજી પંપ પર આજે રીક્ષાની બે થી ત્રણ કિમી લાંબી કતારો લાગી હતી જન્માષ્ટમીની રજાને પગલે આજે સવારથી રિક્ષાચાલકોએ સીએનજી ગેસ પુરાવવા માટે લાઈનો લગાવી હતી અને બે થી ત્રણ કિમી લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા તો હાલ મેળાની સીઝનમાં કમાવવાના સમયમાં રિક્ષાચાલકોને ગેસ માટે લાંબી કતારોમાં સમય વેડફવાનો સમય આવ્યો હોય જેથી નારાજગી પણ જોવા મળી હતી
જુઓ લાંબીલાઈનનો વિડીયો……