Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખેડૂતોની કર્જમાફીના પ્રશ્નના ઉકેલમાં રાજ્યના એકેય ધારાસભ્યને રસ નથી !

કિશાન સંગઠને લખેલા પત્રનો જવાબ આપવાનું ટાળ્યું

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને પગલે અનેક જીલ્લાના ખેડૂતો મુશ્કેલભરી સ્થિતિમાં મુકાયા છે અને કિસાનોની કર્જમાફી માટે ગુજરાત કિસાન સંગઠન દ્વારા રાજ્યના તમામ ૧૮૨ ધારાસભ્યોને પત્ર લખવામાં આવ્યા હતા જોકે એકપણ ધારાસભ્યએ પત્રનો પ્રત્યુતર આપવાની હિમત દાખવી નથી

ગુજરાત કિસાન સંગઠન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, ડે. સીએમ, અને સરકારના મંત્રી સહિતના ભાજપ કોંગ્રસના ગુજરાત વિધાનસભાના તમામ ૧૮૨ ધારાસભ્યોને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો કર્જમુક્ત બને તેવું આપ ઈચ્છતા હશો તેવો આશાવાદ વ્યક્ત કરીને ખેડૂતોને હાલની સ્થિતિમાંથી ઉગારવા માટે ખેડૂતોનું કર્જમાફ થાય તેવી માંગ કરીને તમામ ધારાસભ્ય પોતાનું માનદ વેતન ત્રણ વર્ષનું ખેડૂતોના કર્જમાફી માટે આપવા તૈયાર થાય તો ખેડૂતો કર્જમુક્ત બને જેના માટે દરેક ધારાસભ્યની સહમતી હશે તેમ જણાવીને પત્ર લહ્કવામાં આવ્યો છે અને સહમતી પત્રની નકલ સાથે મોકલી છે આ પત્ર તા. ૧૬-૧૦-૧૮ ના રોજ રાજ્યના તમામ ૧૮૨ ધારાસભ્યને લખવામાં આવ્યો હતો જોકે ખેડૂતો માટે દુખદ બાબત છે કે એકપણ ધારાસભ્યએ પત્રનો પ્રત્યુતર આપવાની તસ્દી લીધી નથી અને ખેડૂતોની કર્જમાફીના મુદામાં કોઈ રસ ના હોય તેવો ના બોલેલો સંદેશ પણ ખેડૂતોને આપી દીધો છે

૧૦૩ રજી. એડી પહોંચી ગયાની પહોંચ

ગુજરાત કિસાન સંગઠનના અગ્રણી જણાવે છે કે ૧૮૨ ધારાસભ્યોને રજી.એડીથી પત્ર મોકલ્યા છે જેમાંથી ૧૦૩ ધારાસભ્યને પત્ર મળી ગયા હોવાની પહોંચ પણ મળી ચુકી છે તો બાકી રહેલા ધારાસભ્યોએ ટપાલનો અસ્વીકાર કર્યો છે કે કેમ તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે તો પત્ર સ્વીકારી ચુકેલા ધારાસભ્યએ પણ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી જેથી ખેડૂતો હવે ભગવાન ભરોસે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય

Comments
Loading...
WhatsApp chat