


મોરબીમાં આધારકાર્ડ માટે નાગરિકોએ રઝળપાટ કરવાનો વારો આવે છે તેમજ સેવાસદનમાં આધારકાર્ડ કીટ બંધ હોય જેથી નાગરિકોને આધારકાર્ડ મળતા નથી જેથી આ મામલે સામાજિક કાર્યકરે તંત્ર સામે મોરચો માંડ્યો છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે દરેક સ્થળે આધાર લીંક કરવાનું કેન્દ્ર સરકારે ફરજીયાત બનાવ્યું છે પરંતુ હજુ મોરબીના ગરીબ માણસોને આધારકાર્ડ મળ્યા નથી અને અવારનવાર ધક્કા ખાવા પડે છે તેમજ આરટીઈ હેઠળ શાળા પ્રવેશ માટે કામગીરી ચાલતી હોય અને લાભાર્થી પરિવારોને સરકારની યોજનાનો લાભ મેળવવા આધારકાર્ડની જરૂરત પડે છે જે ના હોવાથી લાભાર્થીઓ વંચિત રહી જવા પામ્યા છે
તેમજ અન્ય સરકારી યોજનાઓ જેવી કે બેંક લોન, અને રાશન મેળવવા આધારકાર્ડ ફરજીયાત બનાવાયું છે પરંતુ સેવાસદનમાં આધારકાર્ડની કીટ બંધ છે અને જનસેવા કેન્દ્ર એક આધારકાર્ડના ૨૦૦ રૂ. લેખે ઉઘરાવે છે જે ગરીબોને પોસાય તેમ ના હોવાથી સેવાસદનમાં આધારકાર્ડ મળી રહે તેવી માંગ કરી છે તેમજ આ મામલે ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે યોગ્ય કરવાની માંગ કરી છે.

