



દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં આજે મેડીકલ સ્ટોર્સ એસો દ્વારા એક દિવસની હડતાલ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે જેમાં મોરબીના મેડીકલ સ્ટોર્સ પણ જોડાયા હતા
મોરબીના ૧૭૦ મેડીકલ સ્ટોર્સ પૈકીના ૧૬૭ સ્ટોર બંધ રહ્યા હતા જયારે દર્દીઓને મુશ્કેલી ના પડેં અને ઈમરજન્સી સેવાઓ ના ખોરવાય તેવા હેતુથી ૩ મેડીકલ સ્ટોર્સ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં શહેરની ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ અને સદભાવના હોસ્પિટલ ખાતેના મેડીકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા છે જેથી દર્દીઓને જરૂરી દવાઓ મળી રહે અને ઈમરજન્સી જેવા કેસમાં મુશ્કેલીનો સામનો કરવો ના પડે તો સરકારે ઓનલાઈન દવાઓના વેચાણને આપેલી મંજૂરીના વિરોધમાં મેડીકલ સ્ટોર્સ સંચાલકો નારાજ છે અને એક દિવસ હડતાલ કરી વિરોધ કરી રહ્યા છે



