Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પ્રદુષણ ફેલાવતી વધુ ચાર ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારી

અગાઉની નવ સહીત ૧૩ ફેક્ટરીને ક્લોઝર, પ્રદુષણ ફેલાવનારાઓ ભયભીત

મોરબી આસપાસ વિકાસ પામેલા સિરામિક ઉદ્યોગના કેટલાક યુનિટો નિયમોનો ઉલાળિયો કરીને સરેઆમ પ્રદુષણ ફેલાવી રહ્યા છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી આકરા પાણીએ છે અને પ્રદુષણ ફેલાવનારા સિરામિક એકમોને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી રહી છે જેમાં વધુ ચાર ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારાઈ છે

મોરબી ખાતેની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીજનલ કચેરી દ્વારા પ્રદુષણ ફેલાવનારાને કાયદાનું ભાન કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વધુ ચાર ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારાઈ છે મોરબીના પીપળી રોડ પર આવેલી રેક્સટ્રોન સિરામિક પ્રા.લી. ફ્લેક્સો પ્લસ સિરામિક પ્રા. લી. લારસન સિરામિક અને સોલારીયમ સિરામિક એમ ચાર ફેક્ટરીને સર્વે કર્યા બાદ પ્રદુષણ ફેલાવતી હોય અને નિયમોનો ભંગ કરવામાં આવતો હોય ચાર ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારી દેવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોલગેસ કદડો અને ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી વહન કરતા ટેન્કરો ઝડપી લઈને પ્રદુષણ બોર્ડે સિરામિક ફેકટરીના માલિકો સામે ફોજદારી ફરિયાદ કરી હતી તો ત્યારબાદ કુલ નવ ફેક્ટરીને ક્લોઝર ફટકારી હતી અને વધુ ચાર મળીને કુલ ૧૩ ફેક્ટરીને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે જેથી પ્રદુષણ ફેલાવનારા અને નિયમોનો ભંગ કરનાર તત્વોમાં ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે

કાર્યવાહી સતત ચાલુ જ રહેશે : જીપીસીબી અધિકારી
મોરબી પંથકમાં પ્રદુષણનો પ્રશ્ન ભયંકર હદે વધી રહ્યો છે ત્યારે પ્રદુષણ ફેલાવનારી ફેકટરીઓ સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે તો આ મામલે જીપીસીબી અધિકારી કે.આર. ઉપાધ્યાય સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે પ્રદુષણ ફેલાવનારાને છોડવામાં નહિ આવે અને કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ જ રહેશે જેથી દરેક ફેક્ટરી નિયમોનું પાલન કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat