મોરબીમાં પ્રદુષણ ફેલાવનારી ફેક્ટરી સામે લાલ આંખ, નવ ફેક્ટરીને ક્લોઝર નોટીસ

મોરબીના કેટલાક સિરામિક એકમો છડેચોક નિયમોનો ઉલાળિયો કરીને પ્રદુષણ ફેલાવી રહ્યા છે જેને પગલે સિરામિક ઝોનમાં વસતા ગામોના નદી, તળાવો અને ખેતીની જમીન પ્રદુષણગ્રસ્ત થઇ રહ્યા હોય જેની વ્યાપક ફરિયાદો વચ્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીજનલ કચેરી દ્વારા પ્રદુષણ ફરિયાદ બાદ સ્થળ તપાસ કરીને નમૂનાઓ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોલગેસ કદડો તેમજ અન્ય પ્રવાહીનો નિયમ વિરુદ્ધ નિકાલ કરનાર ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે

જેમાં તા. ૦૧-૮ થી ૧૨-૦૯ સુધીના સમયમાં કચેરી દ્વારા કુલ નવ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે જેમાં એટોમ સિરામિક, કાવેરી સિરામિક, કાસ્વા ટાઈલ્સ પ્રા. લી. જીગોન સિરામિક પ્રા લી, શિવ ઇન્ડસ્ટ્રીઝ, સ્વાગત સિરામિક, લેન્ડમાર્ક ટાઈલ્સ પ્રા. લી. મેગાટ્રોન સિરામિક અને લેકટોન ટાઈલ્સ એમ નવ ફેક્ટરીને ક્લોઝર નોટીસ આપી છે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે આર ઉપાધ્યાયની રાહબરી હેઠળ કચેરી પ્રદુષણ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે

કદડાનો નિકાલ કરતા ઝડપાયેલી ફેક્ટરી સામે કાર્યવાહી

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીએ રાત્રીના પેટ્રોલિંગ કરીને ઓગસ્ટ માસના અંતમાં બે ટેન્કર ઝડપી લીધા હતા જે કોલગેસના કેમિકલયુક્ત કદડાનો નિકાલ કરવા જતા હોય જેની સામે પોલીસ ફરિયાદ નોંધી ફેક્ટરીના માલિકો સામે ગુન્હો નોંધાયા હતો તો પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ બંને ફેક્ટરીને પણ ક્લોઝર નોટીસ પાઠવી છે ત્યારે તંત્રની કાર્યવાહીથી પ્રાદુષણ ફેલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Comments
Loading...
WhatsApp chat