Billboard ad 1150*250

મોરબીની સફાઈ અભિયાન ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં સફાઈ કરાઈ

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રસ્તા પરની ગંદકી, ઉકરડાઓની કરાઈ સફાઈ

Post ad 2

        મોરબીમાં સફાઈ અભિયાન ટીમ દ્વારા સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યા બાદ સફાઈ અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે ૧૫ લોકોની ટીમે શરુ કરેલા સફાઈ અભિયાનમાં હાલ ૧૫૦ થી વધુ વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો જોડાઈ ગયા છે જે ટીમ દ્વારા આજે મોરબીના કુબેરનગરમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું

        મોરબીમાં ત્રણેક માસ પૂર્વે ડોકટરોના ગ્રુપ દ્વારા શહેરની ગંદકીને દુર કરવા સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આયોજન કરાયું હતું ત્યારે ડોકટરોના ગ્રુપે સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો અને મોરબીને ગંદકીમુક્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે શરુ થયેલા સેવાયજ્ઞમાં એક બાદ એક લોકો જોડાઈ રહ્યા છે આજે સફાઈ અભિયાન ટીમમાં વેપારીઓ, શિક્ષકો, યુવાનો,મહિલાઓ, બાળકો અને વડીલો હોશભેર જોડાઈ રહયા છે અને ઝાડું ઉઠાવીને મોરબીને સ્વચ્છ બનાવવા રવિવારે સવારમાં પરસેવો રેડી રહ્યા છે આજે મોરબીના કુબેરનગર વિસ્તાર આસપાસના વિસ્તારમાં જાહેર રોડ, ઉકરડાઓ સહિતના સ્થળે સફાઈ કરવામાં આવી હતી અને રોડ રસ્તાઓ ચોખ્ખા ચણાક કરીને જ ટીમ ઝંપી હતી પોતાના વિસ્તારને મસ્ત ચોખ્ખો જોઇને લત્તાવાસીઓએ પણ સફાઈ અભિયાન ટીમનો આભાર માન્યો હતો

        તે ઉપરાંત મહિલાઓના ગ્રુપે પણ સફાઈ અભિયાન શરુ કર્યું હોય જે મહિલાઓના ગ્રુપ દ્વારા પણ સફાઈ અભિયાન ચલાવાયું હતું  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat