


વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મોરબીમાં સ્વચ્છતા જન જાગૃતિ રેલી યોજાઈ હતી.જેમાં જીલ્લા કલેકટર દ્વારા સ્વચ્છતા અંગે રેલીમાં જોડાયેલા તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મોરબી નગરપાલીકા ખાતેથી સ્વચ્છતા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ લીલી ઝંંડી ફરકાવી પ્રસ્થાન કરવી અને સાથે પોતે પણ રેલીમાં જોડાયા હતા તેમજ રેલી ગાંધીબાપુના બાવલાએ પૂર્ણ થઇ હતી અને બાદમાં બાપુના બાવલાને જીલ્લા કલેકટરે સુતરની આટી પહેરાવી હતી અને તેની સાથે ઉપસ્થિતોને સ્વચ્છતા અંગેના સપથ લેવડાવામાં આવ્યા હતા. આ રેલીમાં નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા, મોરબી પ્રાત અધિકારી એસ.જે.ખાચર, નગરપાલીકા ચીફ ઓફીસર ગીરીસ સરૈયા, નાયબ વન સરક્ષક એમ.એમ.ભાલોડી, ઉપસ્થિત રહ્યા હતા.

