મોરબી જીલ્લાના જુદા-જુદા આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા એ સિદ્ધિના સુત્રને સાર્થક કરાયું

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧ એપ્રિલથી ૧૫ એપ્રિલ દરમિયાન જુદા જુદા આરોગ્યકેન્દ્રોમાં સ્વચ્છતા એ સિદ્ધિ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરી તા.૧ એપ્રિલથી ૧૫ એપ્રિલ દરમિયાન સ્વચ્છતા સે સિદ્ધિ થીમ હેઠળ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં સઘન સફાઈ ઝુંબેશ, દર્દીઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગે સમજણ આપવી, મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ અંગે તાલીમ, શાળા અને પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.તેમજ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત દરેક આરોગ્ય કેન્દ્રોમાં ચેકલીસ્ટ દ્વારા સ્વચ્છતા અંગે ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે તેમાં મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ.જી. લક્કડની યાદીમાં જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat