



પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા મળેલ સૂચના અનુસંધાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ તા: 15 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાત સહિત પૂરા ભારતવર્ષમાં એક સાથે કરવાનો હોય. મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું
મોરબીના નવા બસ સ્ટેન્ડ અને તેના આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. આ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચંદુભાઈ હુંબલ, મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના જેઠાભાઇ મિયાત્રા, ઉપાધ્યક્ષ વિજયભાઇ લોખીલ,મહામંત્રી નિલેશભાઈ દેગામાં, બચુભાઈ ગળચર, શરદભાઈ ડાભી, ભાવેશભાઈ કણજારીયા, ભાનુભાઇ મિયાત્રા, રવજીભાઇ રબારી, બીપીનભાઈ પ્રજાપતી, વાઘજીભાઇ ડાંગરોચા, પરબતભાઇ પરમાર, વિજયભાઇ પરમાર, પરબતભાઈ કરોતરા, રાણાભાઈ મિયાત્રા, વિશ્વ હિન્દુ પરિસદ મોરબી શહેરના મંત્રી હશુભાઈ ગઢવી, સિદ્ધરાજભાઈ ડાંગર, જયંતિભાઈ મિસ્ત્રી વગેરે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત મોરબીના સમાજસેવી લોકો પણ આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જોડાયા હતા.
આ તબક્કે વધુમાં જણાવાનું કે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન માટે એક પખવાડિયા દરમિયાન એટલેકે 15 સપ્ટેમ્બર થી આગામી 02 ઓક્ટોબર ગાંધીજયંતિ સુધી સ્વૈચ્છિક સમાજસેવી સંસ્થાઓ અથવા એન.જી.ઓ., સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓ, સમાજના આગેવાનો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ વગેરેને સ્વયંભુ આ અભિયાનમાં જોડાવું હોય તો તેઓને મોરબી નગરપાલિકા તરફથી સફાઈ માટેના જરૂરી સાધનો અને સફાઈ માટેના વાહનો આપવામાં આવશે તેવું સ્વચ્છતાના આગ્રહી એવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા જણાવ્યું છે



