

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મજયંતીની મોરબીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે પ્રભાતફેરી અને બાદમાં સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી જયારે તે ઉપરાંત એસબીઆઈ બેંકના સહયોગથી આજે રેલ્વે સ્ટેશનની સફાઈ કરવામા આવી હતી
મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે સવારે પ્રભાતફેરી યોજવામાં આવી હતી જેમાં અગ્રણીઓ જોડાયા હતા અને ત્યારબાદ ટાઉન હોલ ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી તે ઉપરાંત મોરબી એસબીઆઈ બેંક દ્વારા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હોય જેથી ત્રણ દિવસીય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એટીએમ, બેંક વિસ્તારમાં સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે
તો આજે ગાંધી જયંતી નિમિતે ત્રણ દિવસીય સફાઈ અભિયાન અંતર્ગત આજે રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું રેલ્વે સ્ટેશન માસ્તર એચ એ જુણેજા અને એસબીઆઈ બેંકના મેનેજર વિશાલ અવસ્તીએ જણાવ્યું હતું કે એસબીઆઈના સ્ટાફ ઉપરાંત લોકોનો પણ સહયોગ મળ્યો હતો અને ગાંધીજીને સ્વચ્છતા પ્રિય હોય જેથી સ્વચ્છતા અભિયાન ચલાવીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરી છે



