જાંબુડીયા નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા કલીનરનું મોત, ડ્રાઇવર ઈજાગ્રસ્ત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયાના ઓવરબ્રીજની પાસે ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા કલીનરનું મોત થયું હતું તો ડ્રાઇવરને ઈજા થતા તેને સારવારમ ખસેડવામ આવ્યો હતો.

 

બનાવની મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામના ઓવરબ્રીજની પાસે વાહન અકસ્માતનો થયો હતો.જેમાં આગળ જતાં ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળ થી આવતા ટ્રક નબર RJ-52-GA-5916  આગળના ટ્રકની સાથે અથડાતાં ટ્રકની કેબીનમાં બેઠેલ કલીનર કનૈયાભાઈ શ્રવણભાઈ બલાઇ નામના યુવાનનું મોત નીપજ્યું હતું.જ્યારે મૃતકનો સાથે રેહલો ડ્રાઈવર મહેશ મેઘવંતસિંહ ડ્રાઇવિંગ ઇજા થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.વધુમા પોલીસમાંથી મળતી વિગત મુજબ  કનૈયાભાઈ અને મહેશ મેઘવંતસિંહ બંને ટ્રક લઈને રાજસ્થાનથી મોરબી આવ્યા હતા અને અહીં તેઓ જાંબુડીયા તરફથી ટ્રાન્સપોર્ટની ઓફિસે ટીંબડીના પાટીયા બાજુ ટ્રક લઈને જતા હતા ત્યારે જાંબુડીયા નજીક ઓવરબ્રિજ પાસે આ બનાવ બન્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat